કોરા કરાર ખત પર સ્પે.એધેશીવ સ્ટેમ્પનુ સ્ટેમ્પીંગ કરાવવા. દર માસના ચાલુ દિવસે સવારે ૧૦.૩૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી સ્ટેમ્પીંગ થાય છે. નોંધ: દર શનીવારે બપોરે ૧૨.૩૦ સુધી અને દર મહિનાની ૧૫ અને ૩૦ અથવા ૩૧ તારીખે (આખર તારીખે) પણ બપોરે ૧૨.૩૦ સુધી જ સ્ટેમ્પીંગ કરી શકાશે.
સ્ટેમ્પીંગ કરાવવા માટેની પ્રક્રિયા:
(image-Example of a Special Adhesive Stamp)
સ્ટેમ્પીંગ કરાવવા માટેની પ્રક્રિયા:
(image-Example of a Special Adhesive Stamp)
- કોરા કરારખત લઇને ટ્રેઝરી ઓફિસ ખાતે જવુ
- ટ્રેઝરી ઓફિસે કોરા કરારખત આપીને સ્ટેમ્પ માટેનુ ચલણ ભરવુ (૩ નકલ)
- ચલણ લઇને એસ.બી.આઇ માં જવુ અને પૈસા જમા કરાવવા
- એસ.બી.આઇ ખાતેથી એક ચલણ પાછુ આપવામા આવે તે ટ્રેઝરી ઓફિસ માં જમા કરાવવુ( તરત)
- ચલણ જમા કરાવ્યા બાદ કોરા ડોક્યુમેન્ટમા ૧૦૦૦ સુધીના સ્ટેમ્પ બે દિવસ માં સ્ટેમ્પીંગ કરી આપવામા આવશે.
- ચલણ જમા કરાવ્યા બાદ કોરા ડોક્યુમેન્ટમા ૧૦૦૦ થી વધુના સ્ટેમ્પ બે દિવસ માં સ્ટેમ્પીંગ કરી આપવામા આવશે.
- જેટલી રકમનું સ્ટેમ્પીંગ કરાવવું છે તે બરાબર કન્ફર્મ કરીને જ ચલણ ભરવુ.
- એકવાર સ્ટેમ્પીંગ થયેલ કરાર પર બીજી વાર સ્ટેમ્પીંગ નહિ થાય (નવો કોરો કરારખત લાવવો પડે છે).
No comments:
Post a Comment